નમસ્તે ટ્રંપ: આયોજનમાં કચાશ, કાર્યક્રમ પહેલા મુખ્ય ગેટ તૂટી પડ્યો

Update: 2020-02-23 11:06 GMT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે

દિવસની ભારત મુલાકાતે આવતિકાલે આવી રહ્યા છે. સોમવારે બપોર સુધીમાં ટ્રમ્પ

અમદાવાદના આંગણે ઉતરશે. મોટેરા ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું

છે અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રવિવારે નમસ્તે ટ્રમ્પ

કાર્યક્રમ માટે તમામ પોલીસ અધિકારીઓ અને સરકારી અધિકારીઓની હાજરીમાં સુરક્ષા

વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. રવિવારે મોટેરા ખાતે આવેલો ગેટ નંબર 3 ભારે પવનને પગલે

ધરાશયી થઈ ગયો હતો. હંગામી ધોરણે તૈયાર કરવામાં આવેલો આ ગેટ પવનને લીધે ધડામ કરતા

નીચે પટકાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી. સદનસીબે ગેટ પડવાને લીધે કોઈ જાનહાનિ થઈ

નહતી. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પનો કાફલો આ ગેટમાંથી જ મોટેરા

સ્ટેડિયમમાં પ્રવેશ કરવાનો હોવાથી અધિકારીઓમાં એક સમયે દોડધામ મચી ગઈ હતી.

મોટેરા સ્ટેડિયમમાં પબ્લિક માટે પ્રવેશ કરવા

માટેના મુખ્ય ગેટ પાસે એક મોટું હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું. આ હોર્ડિંગ પણ

અચાનક આજે સવારે ધરાશાયી થયું હતું. મોટેરામાં આવતીકાલે નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટ માટે

લાખો લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં વીવીવાઈપીઓનો સમાવેશ પણ થાય છે. જો

કોઈ વીવીઆઇપી કાફલો તે સમયે પસાર થયો હોત અને ગેટ તેમના પર પડ્યો હોત તો દુર્ઘટના

સર્જાઈ હોત. 

Tags:    

Similar News