હોન્ડાએ ભારતમાં 5મી પેઢીની નવી લક્ઝુરિયસ સીઆર-વી લોન્ચ કરી

Update: 2018-10-09 10:19 GMT

ડીઝલ એડિસનની રજૂઆત સાથે પ્રીમિયમ એસયુવી સેગમેન્ટમાં હાજરી મજબૂત કરી

ભારતની અગ્રણી પેસેન્જર કાર ઉત્પાદક કંપની હોન્ડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ)એ આજે ભારતી યબજારમાં તેની 5મી પેઢીની એકદમ નવી લક્ઝુરિયસ હોન્ડા સીઆર-વી લોન્ચ કરી છે. હોન્ડાએ ભારતમાં સૌપ્રથમ વખત ડીઝલ એન્જિન વિકલ્પ રજૂકર્યો છે અને નવા મોડેલ રજૂકરવા સાથે પ્રીમિયમ એસયુવી સેગ્મેન્ટમાં કંપનીની હાજરીને મજબૂત બનાવી છે.

આગામી પેઢીની એસયુવી માટે સિમાચિહ્ન તરીકે વિકસાવાયેલ એકદમ નવી સીઆર-વી ડીઝલ અને પેટ્રોલ બંનેમાં અત્યાધુનિક પાવર ટ્રેઈન્સથી સજ્જ છે, જે આનંદપૂર્ણ ડ્રાઈવ પરફોર્મન્સ અને અસાધારણ ઈંધણ કાર્યક્ષમતા પૂરા પાડે છે. એકદમ નવી હોન્ડા સીઆર-વી પેનોરમિક સનરૂફ, એલઈડીડી આર એલ એસ અને લાઈટિંગ સિસ્ટમ, સેગ્મેન્ટમાં સૌપ્રથમ વખત ફુલસાઈઝ ડ્રાઈવર ઈન્ફર્મેશન ઈન્ટરફેસ અને અત્યાધુનિક સ્ટાન્ડર્ડ સેફ્ટી ઈક્વિપમેન્ટ જેવા અત્યાધુનિક અને લક્ઝુરિયસ ફીચર્સની વ્યાપક રેન્જથી સજ્જ છે, જે એસયુવીના માપદંડોને આગામી સ્તર પર લઈ જશે. બોલ્ડ, ડાયનેમિક અને સોફિસ્ટિકેટેડ એક્સટિરિયર સ્ટાઈલિંગ અને લક્ઝુરિયસ તથા આરામદાયક ઈન્ટિરિયરથી સજ્જ એકદમ નવી સીઆર-વી નો આશય અસાધારણ ડ્રાઈવિંગ પરફોર્મન્સ અને રાઈડગુણવત્તા પૂરી પાડવાનો છે.

ભારતમાં ગ્રાહકો સમક્ષ એકદમ નવી હોન્ડા સીઆર-વી રજૂ કરતા હોન્ડા કાર્સ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ ગાકુ નાકાનિશિએ જણાવ્યું હતું કે, ‘આજે, અમે વૈશ્વિક સ્તરે સફળ એકદમ નવી 5મી પેઢીની હોન્ડા સીઆર-વી રજૂ કરી રહ્યા છીએ, જેણે સમગ્ર વિશ્વમાં એસયુવી ચાહકોની કલ્પના પૂરી કરી છે. હોન્ડાએ બજારમાં સૌપ્રથમ પ્રીમિયમ એસયુવીમાંની એક તરીકે વર્ષ 2003માં ભારતમાં સીઆર-વી બ્રાન્ડ રજૂ કરી હતી. એકદમ નવી સીઆર-વી વિશિષ્ટ રૂપે એસયુવી જેવી રોમાંચક ડ્રાઈવ અને સેડાન જેવી આરામદાયક ડ્રાઈવિંગ સુવિધા પૂરી પાડે છે, જે તેને એકદમ પરફેક્ટ શહેરી એસયુવી બનાવે છે. અમારું સ્પષ્ટપણે માનવુંછે કે નવી એસઆર-વી માં પ્રીમિયમ એસયુવી સેગ્મેન્ટમાં ગેમચેન્જર બનવાની ક્ષમતા છે અને અમે ગ્રાહકોને વધુ લક્ઝુરિયસ અને કમ્ફર્ટેબલ એસયુવી તરફ વળતા જોઈ રહ્યા છીએ.’

ડાયનેમિક અને આકર્ષક બાહ્ય ડિઝાઈન

એકદમ નવી હોન્ડા એસઆર-વી ડાયનેમિક અને આકર્ષક દેખાવ સાથે આવે છે, જે દરેક પાસામાં તેની તાકતમાં ઉમેરો કરે છે. નવી સીઆર-વી ક્રિસ્પ અને શાર્પ ફ્રન્ટ-એન્ડ ડિઝાઈન, આકર્ષક સ્ટાઈલાઈઝ્ડ હેડલાઈટ્સ, પાંખ આકારની એલઈડી ડીઆરએલ અને પહોળા તથા મસ્ક્યુલર ફેન્ડર્સના પગલે વધુ આકર્ષક દેખાય છે. લાંબૂહૂડ, લાંબો વ્હિલ બેઝ અને પાછળનો ટૂંકો ઓવરહેંગ નવી સીઆર-વીને વિશિષ્ટ દેખાવ આપે છે.

લક્ઝુરિયસ અને આરામદાયક ઈન્ટિરિયર્સ

એકદમ નવી સીઆર-વી નવાયુગ અને અત્યાધુનિક ઈન્ટિરિયર ડિઝાઈન સાથે આવે છે, જે ગ્રાહકોને મંત્રમુગ્ધ બનાવી દેશે. યુઝર ફ્રેન્ડલી સુવિધાઓ, ઉચ્ચ સ્તરની લેધર સિટિંગ વ્યવસ્થા સીઆર-વીને વધુ વૈભવી દેખાવ આપે છે.

Similar News