યુપી ઇલેક્શન વોટિંગ માટે 1500 ગુજરાતીઓ જશે માદરે વતન

ઉત્તર પ્રદેશ ઇલેક્શન મતદાન માટે મૂળ ઉત્તર પ્રદેશના 1500 ગુજરાતીઓ મતદાન માટે જશે.

Update: 2022-02-12 13:23 GMT

ઉત્તર પ્રદેશ ઇલેક્શન મતદાન માટે મૂળ ઉત્તર પ્રદેશના 1500 ગુજરાતીઓ મતદાન માટે જશે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી યોજાઈ રહી છે જેને લઈને ગુજરાતમાં રહેતા પરિવારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાપુનગર વિસ્તારમાં અંક યુપીના પરિવાર રહે છે અને પરિવારના દરેક લોકો યુપી જવા તૈયારી કરી રહ્યા છે

આ તૈયારીઓ માં કપડા અને જરૂરી સામાન સાથે તેઓ આધાર કાર્ડ અને વોટર આઇડી મૂકવાનું ભૂલ્યા નથી કારણ કે પરિવાર જઈ રહ્યો છે માત્ર ને માત્ર મતદાન માટે આ અંગે પરિવાર ના લોકો ગામડે જઈને લોકો ને સમજાવશે અવશ્ય મતદાન કરવા લોકોને અપીલ કરશે દર 5 વર્ષે ચુંટણી આવતા આ પરિવારો 2 દિવસ ની મુસાફરી ચોક્કસ થી કરે છે.મતદાન કરવા માટે મૂળ ઉત્તર પ્રદેશના હોય પણ ગુજરાતમાં ધંધા રોજગાર માટે આવ્યા હોય તેવા 1500 જેટલા લોકો માદરે વતન જઈ રહ્યા છે.

અમદાવાદના બાપુનગર, ઠક્કરબાપાનગર, ઇન્ડિયા કોલોની, અમરાઈવાડીના મૂળ UPના લોકો માત્ર મતદાન માટે પોતાના વતન જઈ રહ્યા છે UPમાં મૂળ 7 તબક્કામાં ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકો 2 દિવસની મુસાફરી કરીને પણ મતદાન કરવા જઈ રહ્યા છે. આ અંગે ભાજપના કાર્યકર્તા પ્રકાશ ગુર્જરે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીમાં પહેલા તબક્કાની ચૂંટણી ૧૦મી તારીખે યોજાઇ હતી અમદાવાદના 160 લોકો ત્રણ બસમાં મુસાફરી કરીને ગયા છે. આગામી બીજા તબક્કાની ચૂંટણી ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેમાં પણ અમદાવાદના 200થી વધારે લોકો ઉત્તર પ્રદેશ જશે આ સાથે કુલ અમદાવાદમાંથી 1500 લોકો તબક્કાવાર મતદાનના સમય પર ઉત્તર પ્રદેશ જવા રવાના થશે. 

Tags:    

Similar News