PM મોદી સંઘ પ્રદેશના પ્રવાસે: દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં 4800 કરોડનાં વિકાસ કામોનું વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું

જનસભા બાદ દમણના દેવકા બીચ પર 16 કિલોમીટર લાંબો રોડ શો યોજશે અને 5 કિમીના સી વ્યૂનું લોકાર્પણ કરશે.

Update: 2023-04-25 12:47 GMT

PM મોદી સંઘપ્રદેશના પ્રવાસે આવી પહોંચ્યા છે. દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં 4800 કરોડનાં વિકાસ કામોનું વડાપ્રધાનના હસ્તે આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. દમણના સાયલી પાસે નવનિર્મિત નમો મેડિકલ કોલેજનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી સેલવાસમાં જનસભાને સંબોધી રહ્યા છે. જનસભા બાદ દમણના દેવકા બીચ પર 16 કિલોમીટર લાંબો રોડ શો યોજશે અને 5 કિમીના સી વ્યૂનું લોકાર્પણ કરશે.

Full View

પીએમ મોદી સંઘપ્રદેશની મુલાકાત દરમિયાન આજે સંઘપ્રદેશને 4800 કરોડથી વધુનાં 95 વિકાસ કામોની ભેટ આપી હતી.. જેમાં દાદરા અને નગર હવેલીમાં 993 કરોડના 27 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 1797 કરોડના નવા 25 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દમણમાં 481 કરોડના 18 પ્રોજેક્ટનું લોકાર્પણ 1000 કરોડના 19 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દીવના 531 કરોડના 6 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.


Delete
Edit


Tags:    

Similar News