ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ - ન્યૂ પમ્બન બ્રિજનું 84 ટકા કામ પૂર્ણ

Update: 2022-12-02 16:24 GMT

ભારતના ટ્રાન્સપોર્ટેશનનો આધારસ્તંભ ગણાતા ઈન્ડિયન રેલવે હવે ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસના નવા આયામ સર કરી રહ્યું છે. રોડ-રસ્તાની સાથે ભારત હવે રેલવે ક્ષેત્રે પણ હરણફાળ ગતિ ભરી રહ્યું છે. તેનો ઉત્તમ નમૂનો પમ્બન ટાપુ પર બની રહેલ એક રેલ્વે બ્રિજ છે. આ બ્રિજની ખાસિયત એ છે કે આ દેશનો પ્રથન વર્ટિકલ બ્રિજ છે.

આ બ્રિજનું કામકાજ પૂરઝડપે આગળ વધી રહ્યું છે. ભારતના એક ઉત્તમ ઈન્ફ્રા નમૂના તરીકે આ બ્રિજને જોવામાં આવે છે. ભારતીય રેલ્વેએ ગુરુવારે એક અપડેટમાં જણાવ્યું હતું કે પમ્બન ટાપુના પવિત્ર રામેશ્વરમને મુખ્ય ભૂમિ ભારત સાથે જોડતા ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ - ન્યૂ પમ્બન બ્રિજ(New Pamban Bridge) નું 84 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

રેલવેએ નિવેદનમાં ઉમેર્યું હતું કે "હાલ ટ્રેક નાંખવાનું કામ ચાલુ છે અને વર્ટિકલ લિફ્ટ સ્પાન ગર્ડરનું ફેબ્રિકેશન કામ પૂર્ણ થવાને આરે છે. પુલના રામેશ્વરમ છેડે વર્ટિકલ લિફ્ટ સ્પાન માટે એસેમ્બલિંગ પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે."

Tags:    

Similar News