અમદાવાદ : સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2021ના વિમોચન પર ચર્ચા

અમદાવાદ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવના અવસર પર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ, 2021નું વિમોચન કરવામાં આવ્યું હતું

Update: 2021-12-06 14:39 GMT

અમદાવાદ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવના અવસર પર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ, 2021નું વિમોચન કરવામાં આવ્યું હતું અને તેના પર ચર્ચા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર દિવસ નિમિત્તે આ પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં ઓ.પી.જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા "પર્યાવરણના રક્ષણમાં યુનિવર્સિટીઓ અને નાગરિક સમાજની ભૂમિકા"પરનો અહેવાલ પણ બહાર પાડવામાં આવ્યો હતો. એલિસબ્રિજમાં ગુજરાત કોલેજની સામેના ફૉર પોઇન્ટ બાય શેરેટોનમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સચિવ ગ્રામ વિકાસ, ગ્રામીણ વિકાસ વિભાગના કમિશ્નર એમ.એસ.સોનલ મિશ્રા સહિત પ્રોફેસર (ડૉ.) શૈલેન્દ્ર રાજ મહેતા, પ્રોફેસર (ડૉ.) એસ. શાંતકુમાર, ડો. દિનેશ કુમાર શર્મા, અનુરાગ બત્રા, પરિધિ અદાણી, સાઇરિલ અમરચંદ મંગલદાસ, પ્રોફેસર (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કાર્તિકેય વિક્રમ સારાભાઈ તેમજ મહેમાનો હાજર રહ્યા હતા. આવા વૈવિધ્યસભર અહેવાલો, વૈજ્ઞાનિક તપાસ અને ચર્ચાઓના સ્વરૂપમાં સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં આપણા સામૂહિક જ્ઞાનને સમૃદ્ધ જ બનાવશે.

આ પ્રસંગે બોલતા ઓ.પી.જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ, પ્રોફેસર (ડૉ.) સી. રાજ કુમારે જણાવ્યું હતું કે, "સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ રિપોર્ટ 2021 એક હરિયાળો અને સામાજિક રીતે સભાન કેમ્પસ બનાવવા અને અમારી પ્રગતિનો પારદર્શક અને નિષ્પક્ષ દૃષ્ટિકોણ રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર એસડીજી સાથેના અમારા અમલમાં અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ વ્યાપક મૂલ્યાંકન અમારી ઊર્જા અને જળ વ્યવસ્થાપન પદ્ધતિઓથી લઇને સામુદાયિક જોડાણની પહેલ સુધીની અમારી પ્રક્રિયાઓ પર હાથ ધરવામાં આવ્યું હતું, અમે કોવિડ-19 મહામારીના પડકારોની સાથે એસડીજી સુધી પહોંચવાની તકો પણ રજૂ કરી છે,

Tags:    

Similar News