અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું રહસ્યમય સંજોગોમાં મોત

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. બાઘમ્બરી મઠ આશ્રમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમને મૃતદેહ મળી આવ્યો હતો.

Update: 2021-09-21 05:18 GMT

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. બાઘમ્બરી મઠ આશ્રમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમને મૃતદેહ મળી આવ્યો હતો.મહંત નરેન્દ્ર ગિરીના મોતની જાણકારી મળતા ઉત્તર પ્રદેશ પોલીસ અને ATS સ્થળ પર પહોંચી હતી અને લોકોની પૂછપરછ હાથ ધરી છે.

મહંતના મોતના સમાચાર મળતા IG, DIG સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રાથમિક દ્રષ્ટિએ તેમણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાલમાં મઠમાં હાજર લોકોની પૂછપરછ કરી રહી છે. જ્યારે રામ મંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા નિભાવનાર પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતી તેમના મોતને એક ષડયંત્ર ગણાવ્યું છે મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ બાઘમ્બરી મઠ આશ્રમના એક રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. શિષ્યોએ દરવાજો તોડીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. તેમના રૂમમાંથી 7 પાનાની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમના શિષ્ય આનંદ ગિરી દ્વારા વારંવાર કરવામાં આવતી હેરાનગતિના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે ફોરેન્સિક ટીમ ઘટના સ્થળ પર હાલમાં તપાસ કરી રહી છે. મહંત નરેન્દ્ર ગિરી અને શિષ્ય આનંદ ગિરિ વચ્ચે જમીનને લઇ વિવાદ ચાલતો હતો તેના પર પોલીસ તપાસ કરી રહી છે. પીએમ મોદી સહિત અનેક રાજકીય નેતાઓએ મહંત નરેન્દ્ર ગિરીના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે.

Tags:    

Similar News