“મરાઠા આરક્ષણ પર તમામ પક્ષોની સંમતી” : સર્વપક્ષીય બેઠક બાદ CM શિંદેએ કહ્યું અનામત આપવામાં થોડો સમય લાગશે..!

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગને લઈને સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન દેખાવો કરવામાં આવી રહ્યા છે

Update: 2023-11-01 09:48 GMT

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગનો વિરોધ સતત વધી રહ્યો છે. જ્યારે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ મરાઠા આરક્ષણ વિવાદને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. એકનાથ શિંદેએ કહ્યું કે મરાઠા આરક્ષણને લઈને ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે અનામત આપવા માટે થોડો સમય આપવો જોઈએ.

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગને લઈને સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન દેખાવો કરવામાં આવી રહ્યા છે. નાંદેડ જિલ્લા પોલીસ અધિક્ષક કૃષ્ણ કોકાટે મંગળવારે સાંજે મરાઠા આરક્ષણની માંગણી કરી રહેલા સમર્થકો દ્વારા પ્રદર્શન દરમિયાન પથ્થરમારામાં ઘાયલ થયા હતા. એક અધિકારીએ આ માહિતી આપી.

મરાઠા આરક્ષણ પર સર્વપક્ષીય બેઠક બાદ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું, હું મનોજ જરાંગે પાટીલને વિનંતી કરું છું કે, તેઓ સરકારના પ્રયાસોમાં વિશ્વાસ રાખે... આ વિરોધ એક નવી દિશા લેવાનું શરૂ કર્યું છે. સામાન્ય લોકોએ અસુરક્ષિત ન અનુભવવું જોઈએ. હું દરેકને શાંતિ જાળવવા અને રાજ્ય સરકારને સહકાર આપવા વિનંતી કરું છું. સર્વપક્ષીય બેઠકના સંદર્ભમાં, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, મરાઠા આરક્ષણને લઈને ઝડપથી કામ ચાલી રહ્યું છે.

તેમણે કહ્યું કે, અનામત આપવા માટે થોડો સમય આપવો જોઈએ. મરાઠા સમુદાયને અનામત આપવી એ મહત્વનો મુદ્દો છે. મરાઠા આરક્ષણ આપવા પર તમામ પક્ષો સંમત થયા છે, અને આ માટે કામ ઝડપથી ચાલી રહ્યું છે, પરંતુ દરેકે તેને સમજવું પડશે.

Tags:    

Similar News