અમિત શાહ સૂરજકુંડમાં રાજ્યોના ગૃહમંત્રી સાથે કરશે બેઠક, દેશની આંતરિક સુરક્ષાનો રોડમેપ થશે તૈયાર

હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં દેશની આંતરિક સુરક્ષાને લઈને બે દિવસીય ચિંતન શિબિર યોજાવા જઈ રહી

Update: 2022-10-27 05:27 GMT

હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં દેશની આંતરિક સુરક્ષાને લઈને બે દિવસીય ચિંતન શિબિર યોજાવા જઈ રહીછે. સૂરજકુંડમાં યોજાનારી આ ચિંતન શિબિરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તમામ રાજ્યોના ગૃહ પ્રધાનો સાથે બેઠક કરશે. 27 અને 28 જુલાઈએ યોજાનાર ચિંતન શિબિરમાં આગામી 25 વર્ષમાં દેશની આંતરિક સુરક્ષા માટેના રોડમેપ અંગે ચર્ચા થશે.

પહેલીવાર આયોજિત આ ચિંતન શિબિરના અંતિમ દિવસે એટલે કે 28 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહ મંત્રીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ સંબોધિત કરશે. આ બેઠકમાં તમામ રાજ્યોના ગૃહ મંત્રીઓની સાથે, રાજ્યના મહાનિર્દેશકો પણ ઉપસ્થિત રહેશે. પોલીસ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર અને પ્રશાસકો પણ હાજર રહેશે.

ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બેઠકમાં સૌથી વધુ ભાર મહિલાઓની સુરક્ષા પર રહેશે. તેમણે કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવામાં મહિલા શક્તિ મહત્વની ભૂમિકા ભજવશે. આ માટે તેમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું જરૂરી છે.


· પોલીસમાં મહિલાઓની સંખ્યા વધારવા અને મહિલા પોલીસ સ્ટેશનની રચના જેવા અનેક પગલાં લેવામાં આવ્યા હતા.

· સમગ્ર દેશમાં મહિલાઓને વધુ મજબૂત કરવાની જરૂર છે

· રાજ્યોમાં આ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવાની અને તેને સમયબદ્ધ રીતે અમલમાં મૂકવાની જરૂર છે.

· રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય આંતરિક સુરક્ષા માટે "વિઝન 2047" અને વિકસિત ભારત માટે વડાપ્રધાનના "પંચ પ્રાણ" ના અમલીકરણ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવાનો છે.

Tags:    

Similar News