અતિક-અશરફના મૃતદેહો અસદની કબરની બાજુમાં દફનાવાયા,ત્રણેય હત્યારાઓને નૈની જેલ મોકલ્યા

Update: 2023-04-16 15:27 GMT

માફિયા અતીક અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસ બંનેને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. પત્રકારો અતીક અને અશરફને સાથે-સાથે ચાલતા પૂછતા હતા. આ દરમિયાન ત્રણ હુમલાખોરોએ પોલીસની સુરક્ષા ઘેરો તોડીને અતીકને માથામાં ગોળી મારી, પછી અશરફ પર ગોળીબાર કર્યો. બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.


હુમલાખોરો મીડિયા પર્સન તરીકે આવ્યા હતા. તેમના નામ લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય છે. ત્રણેયે હુમલા બાદ તરત જ સરેન્ડર કરી દીધું હતું. લવલેશ બાંદા, અરુણ કાસગંજ અને સની હમીરપુરનો રહેવાસી છે. તેમની પાસેથી હથિયારો મળી આવ્યા છે. કોન્સ્ટેબલ માનસિંહને પણ ગોળી વાગી હતી.

FIR મુજબ, ત્રણેય શૂટરોએ જણાવ્યું કે તેઓ અતીક-અશરફની હત્યા કરીને યુપીમાં લોકપ્રિય બનવા માગતા હતા. જ્યારથી કોર્ટે બંનેને પોલીસ કસ્ટડી આપી છે, ત્યારથી જ તેઓ પ્રયાગરાજ આવ્યા હતા અને મીડિયા પર્સન બનીને અતીક-અશરફને મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શનિવારે મોકો મળતા જ તેની હત્યા કરી નાખી.

Tags:    

Similar News