ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકીથી હડકંપ, કોચીથી બેંગ્લોર જવા માટે હતી તૈયાર...

ફ્લાઇટ ટેકઓફ થવાની હતી ત્યારે એરપોર્ટના CISF કંટ્રોલ રૂમને બેંગલુરુની ફ્લાઇટ અંગે બોમ્બની ધમકીનો કોલ મળ્યો હતો

Update: 2023-08-28 10:23 GMT

ઈન્ડિગો ફ્લાઈટ બોમ્બ થ્રેટ એરક્રાફ્ટ નંબર 6E6482 સાથે સવારે 10.30 વાગ્યે બેંગ્લોર જવા માટે જઈ રહી હતી, ત્યારે ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીથી હડકંપ મચી જવા પામી હતી. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL) એ જણાવ્યું હતું કે, જ્યારે ફ્લાઇટ ટેકઓફ થવાની હતી ત્યારે એરપોર્ટના CISF કંટ્રોલ રૂમને બેંગલુરુની ફ્લાઇટ અંગે બોમ્બની ધમકીનો કોલ મળ્યો હતો. કોચીથી બેંગ્લોર જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો.

ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ સોમવારે ફ્લાઇટમાં સવાર કુલ 139 મુસાફરોને કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, એરક્રાફ્ટ નંબર 6E6482 વાળી ફ્લાઈટ સવારે 10.30 વાગ્યે બેંગલુરુ જવા માટે જઈ રહી હતી, ત્યારે ધમકી મળી હતી. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL)એ જણાવ્યું હતું કે, જ્યારે ફ્લાઇટ ટેકઓફ થવાની હતી, ત્યારે એરપોર્ટના CISF કંટ્રોલ રૂમને બેંગલુરુની ફ્લાઇટ અંગે બોમ્બની ધમકીનો કોલ મળ્યો હતો.

Tags:    

Similar News