દેશમાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, 'વસુધૈવ કુટુંબકમ’ની થીમ પર ઉજવવામાં આવ્યો યોગ દિવસ

દેશમાં આજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે તેની થીમ 'વસુધૈવ કુટુંબકમ માટે યોગ' રાખવામાં આવી છે.

Update: 2023-06-21 04:41 GMT

દેશમાં આજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે તેની થીમ 'વસુધૈવ કુટુંબકમ માટે યોગ' રાખવામાં આવી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ યોગ કાર્યક્રમ માટે કોચીમાં INS વિક્રાંતના બોર્ડ પર ભારતીય નૌકાદળના કર્મચારીઓ સાથે જોડાયા હતા, જ્યારે બીજેપી પ્રમુખ જેપી નડ્ડાએ હરિયાણામાં યોગ કર્યા હતા.સિક્કિમમાં સેનાના જવાનોએ બરફીલા પહાડોની વચ્ચે યોગ કર્યા, જ્યારે જમ્મુમાં સૈનિકોએ પેંગોંગ સો તળાવના કિનારે યોગ કર્યા. તમિલનાડુના રામેશ્વરમમાં લોકોએ વોટર યોગ કર્યા.પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે. તેમણે ત્યાંથી વિડિયો સંદેશ મોકલીને દેશવાસીઓને યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. છેલ્લા આઠ વર્ષથી પીએમ મોદી લોકો વચ્ચે યોગ કરીને દેશમાં યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. આ વખતે તેઓ અમેરિકાની સરકારી મુલાકાતે છે. આવી સ્થિતિમાં તેમણે સવારે એક વીડિયો સંદેશ જારી કરીને લોકોને યોગ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.પીએમએ કહ્યું કે તેઓ જવાબદારીઓને કારણે અમેરિકામાં છે. તેઓ અહીં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મુખ્યાલયમાં યોજાનારા યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમ ભારતીય સમય અનુસાર સાંજે 5:30 વાગ્યે યુએન હેડક્વાર્ટરના નોર્થ લૉનમાં યોજાશે. તેમાં 177 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ શકે છે.

Tags:    

Similar News