કોંગ્રેસ પાર્ટીના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ,હાલ હોમ આઇશોલેશનમાં

સોનિયા ગાંધીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેઓ અંદાજે 8 જૂન સુધી આઇસોલેશનમાં રહેશે

Update: 2022-06-02 09:47 GMT

કોંગ્રેસ પાર્ટીના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ માહિતી આપી છે. રણદીપ સુરજેવાલાએ એમ પણ કહ્યું કે સોનિયા ગાંધી જેમને મળ્યા હતા તેમાંથી ઘણા નેતાઓ અને કાર્યકરો પણ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. સુરજેવાલાના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીને ગઈકાલે (બુધવાર) સાંજે હળવો તાવ આવ્યો હતો, જે બાદ તેઓ કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેઓ અંદાજે 8 જૂન સુધી આઇસોલેશનમાં રહેશે ત્યાર બાદ ED ની ઇન્ક્વાયરીમાં હાજર રહેશે.ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રવર્તન નિર્દેશાલય એટલે એક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પૂછપરછમાં તેમણે હાજર રહેવાનું છે. હાલ તેઓ આઇસોલેટ થયા છે. ત્યાં સુધીમાં તબિયત સારી થઈ જશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags:    

Similar News