દિલ્હી : PM મોદીની અદયક્ષતામાં બેઠક યોજાઇ, 3 રાજ્યોના CM પદના દાવેદારો અંગે ચર્ચા કરાય

Update: 2022-03-21 04:05 GMT

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવાના આગામી મુખ્યમંત્રી પદના દાવેદાર અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી.

ગત રવિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે બેઠક યોજી હતી. PMની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં 4 રાજ્યોમાં સરકાર રચવાની ચાલી રહેલી કવાયત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ જ્યાં ભાજપ તાજેતરમાં વિધાનસભા ચૂંટણી જીતીને સત્તામાં આવી છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડ માટે તેના મુખ્યમંત્રીઓ નામની સત્તાવાર જાહેરાત કરી નથી, જ્યારે મણિપુરમાં BJP વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ એન. બિરેનસિંહને સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. તો આ તરફ ભાજપના ધારાસભ્યો ગોવા અને ઉત્તરાખંડ માટે પણ તેમના નેતાની પસંદગી કરશે. ગોવામાં પ્રમોદ સાવંત અને ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામી મુખ્યમંત્રી પદની રેસમાં આગળ જોવા મળી રહ્યાં છે. જોકે, બન્નેને કેટલાક વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં ભાજપના સંગઠન મહાસચિવ બી.એલ.સંતોષે પણ હાજરી આપી હતી. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં જીત મેળવીને સત્તામાં પરત ફર્યું હતું, જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી છે.

Tags:    

Similar News