દિલ્હી : વરસતા અવિરત વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Update: 2021-09-11 12:45 GMT

રાજધાની દિલ્હીમાં આજે વહેલી સવારથી થઈ રહેલ સતત અવિરત વરસાદથી ઇન્દિરા ગાંધી એરપોર્ટ કેટલાક વિભાગમાં પાણી ભરાઈ જતા મુશ્કેલી ઉભી થઇ છે. અવિરત વરસાદથી દિલ્હી અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જેને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે દિલ્હી અને ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

વર્ષ 2010 પછી આ પ્રથમ વખત છે, જ્યારે દિલ્હીમાં વરસાદનો આંકડો 1000 મીમીને પાર કરી ગયો છે. આ વખતે 11 વર્ષમાં દિલ્હીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં મોડી રાતથી વરસાદની સ્થિતિ ચાલુ રહી છે. દિલ્હી અને એનસીઆરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે.

હવામાન વિભાગે આજે દિલ્હી, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દિલ્હીના અનેક અંડરપાસ માં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, ત્યારે શુક્રવારે રાત્રે ધીમીધારે શરુ થયેલા વરસાદે શનિવારે સવારથી રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું અને બારે મેઘ ખાંગા થયા છે. પશ્ચિમ દિલ્હીમાં વરસાદ સૌથી વધુ અસર જોવા મળી છે.

Tags:    

Similar News