દુશ્મનોના દાંત ખાટા કરવા ભારતીય નૌસેનાની તાકાતમાં લડાકુ વિમાન "રાફેલ" કરશે વધારો...

ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો તેમજ દુશ્મનોના દાંત ખાટા કરવા લડાકુ વિમાન રાફેલ તૈનાત થવા જઇ રહ્યું છે.

Update: 2022-02-03 06:20 GMT

ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો તેમજ દુશ્મનોના દાંત ખાટા કરવા લડાકુ વિમાન રાફેલ તૈનાત થવા જઇ રહ્યું છે. વધુ એક લડાકુ વિમાન રાફેલ નૌસેનામાં સામેલ કરવામાં આવશે. ફ્રાંસના લડાકુ વિમાન રાફેલની ભારતીય નૌસેનામાં સમાવેશ કરવાની તૈયારીઓ થઇ ગઇ છે. જોકે, લડાકુ વિમાન રાફેલનું (રાફેલ-M) ગોવામાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.દુશ્મનોના દાંત ખાટા કરવા ભારતીય નૌસેનાની તાકાતમાં લડાકુ વિમાન "રાફેલ" કરશે વધારો...

રાફેલ-M વિમાનના સમુદ્ર સંસ્કરણનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. ફ્રાન્સના રાજદૂત એમેન્યુઅલ લેનિનના જણાવ્યા અનુસાર, વર્તમાન પરીક્ષણમાં Rafale-Mની ઉડાન ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં આ એરક્રાફ્ટ તેમાં સંપૂર્ણ રીતે ખરુ ઉતર્યુ હતું. જોકે, પરીક્ષણ દરમ્યાન રાફેલને INS જેવા માહોલમાં જ ઉડાડવામાં આવ્યું હતું. Rafale-Mને અમેરિકન ફાઈટર એરક્રાફ્ટ સુપર હોર્નેટ સાથે સ્પર્ધામાં જોવામાં આવી રહ્યું છે. નૌકાદળ આમાંથી કોઈ એકની ખરીદી પર વિચાર કરી રહી છે. ફ્રાન્સના રાજદૂતે કહ્યું હતું કે, ગત મહિને 12 દિવસ સુધી ગોવામાં INS હંસા પર Rafale-Mનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં એરક્રાફ્ટને નાના રનઅપ સાથે ઉડાન ભરવાની હતી અને Rafale-Mએ તે સફળતાપૂર્વક પૂર્ણ કરી બતાવ્યું હતું. નૌકાદળ એવા ફાઈટર પ્લેનની શોધમાં છે, જે પરમાણુ શસ્ત્રો સાથે ઉડી શકે અને હવાથી હવામાં અને હવાથી જમીન પરની મિસાઈલો લઈ જવા માટે સક્ષમ હોય. જોકે, નેવી શરૂઆતમાં આવા 26 ફાઈટર જેટ પ્લેન ખરીદશે તેવી તૈયારી બતાવી છે.

Tags:    

Similar News