ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જજ અને સુપ્રીમના જસ્ટિસ એમ.આર.શાહને આવ્યો હાર્ટ એટેક, દિલ્હી ખાતે એરલિફ્ટ કરાયા...

એમ.આર.શાહ હિમાચલમાં બીમાર પડતા તેમને તાબડતોબ એર એમ્બુલન્સ દ્વારા દિલ્હી લઈ જવાયા હતા. હિમાચલમાં તેને છાતીમાં દુખાવો ઉપડયો હતો

Update: 2022-06-16 12:19 GMT

ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને સુપ્રીમના જસ્ટિસ એમ.આર.શાહ હિમાચલમાં બીમાર પડતા તેમને તાબડતોબ એર એમ્બુલન્સ દ્વારા દિલ્હી લઈ જવાયા હતા. હિમાચલમાં તેને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બેચેન બન્યા હતા, તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.

તો બીજી તરફ, ચીફ જસ્ટિસની તબિયતના સમાચાર આવતા સુપ્રીમ કોર્ટ આ ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંપર્કમાં છે. જસ્ટિસ એમ.આર.શાહના અંગત સચિવે જણાવ્યું હતું કે, જસ્ટિસ શાહને છાતીમાં ખૂબ દુખાવો છે. તેને એરલિફ્ટ કરીને દિલ્હી પહોંચાડવામાં આવ્યા છે. તેમની વધુ સારવાર દિલ્હીમાં કરવામાં આવી રહી છે. તેઓ ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ, ક્રિમિનલ, કોન્સ્ટિટ્યુશનલ, ટેક્સેશન, લેબર, સર્વિસ અને કંપનીની બાબતોમાં પ્રેક્ટિસ કરતા હતા.

તેમજ જમીન, બંધારણીય, શિક્ષણમાં નિષ્ણાત હતા. તેઓને 7 માર્ચ, 2004ના રોજ ગુજરાત હાઇકોર્ટના એડીશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તા. 22 જૂન, 2005ના રોજ તેમને કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્ય હતા.

Tags:    

Similar News