ઠંડીમાં ઠુઠવાવા થઈ જાવ તૈયાર હવામાન વિભાગે આગામી 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધવાની કરી આગાહી

Update: 2024-02-06 14:54 GMT

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 12 ફેબ્રુઆરી સુધી ફરીથી ઠંડીનો માહોલ જોવા મળી શકે છે. આગામી બે દિવસમાં તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલમાં ઠંડી અને ગરમી એમ મિશ્ર ઋતુ ચાલી રહી છે. રાજ્યમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધૂંધળુ વાતાવરણ રહે છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી દિવસોમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની સંભાવના છે.

ગુજરાતમાં આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શકયતા છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કહ્યું કે, આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી.

Tags:    

Similar News