સરકારે LIC જીવન વીમા નિગમના કર્મચારીઓના પગારમાં કર્યો વધારો

Update: 2024-03-15 15:52 GMT

સરકારે જાહેર ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપની જીવન વીમા નિગમના કર્મચારીઓના પગારમાં 17 ટકાના વધારાને મંજૂરી આપી છે. LIC કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય 1 ઓગસ્ટ, 2022થી પ્રભાવી ગણવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી LICના લગભગ 1 લાખ કર્મચારીઓ અને લગભગ 30,000 પેન્શનરોને રાહત મળશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ નિર્ણય વિશે માહિતી આપતા LICએ કહ્યું કે કેન્દ્ર સરકારે 1 ઓગસ્ટ, 2022થી 1.10 લાખ કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ વધારાની સાથે LIC કર્મચારીઓને બે વર્ષના પગારનું એરિયર્સ પણ મળશે.

કેન્દ્ર સરકારે NPSમાં યોગદાન એટલે કે LIC કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમમાં યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કર્યું છે, જે 1 એપ્રિલ, 2010ના રોજ જોડાયેલા 24000 કર્મચારીઓને મોટો ફાયદો થશે.

Tags:    

Similar News