ICSE અને CBSEની ધો. 10-12ની બોર્ડની પરીક્ષા ઓફલાઇન થશે કે ઑનલાઈન? આજે SC આપશે ચુકાદો

Update: 2022-02-22 04:13 GMT

ICSE અને CBSE બોર્ડ એક્ઝામ એપ્રિલ 2022માં શરૂ થઈ રહી છે.બોર્ડ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, આ પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં થવાની છે. જો કે, વિદ્યાર્થીઓ ઓનલાઈન અથવા હાઈબ્રિડ મોડમાં પરીક્ષા કરાવવાની માગ કરી રહ્યા છે. આઈસીએસઈ સીબીએસઈ ઓફલાઈન પરીક્ષા કેન્સલ કરવાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી લગાવી છે. આજે 22 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટ આ અરજી પર સુનાવણી થઈ શકે છે. ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા એનવી રમણાએ મામલાની તાત્કાલિક સુનાવણી કરવા અરજી પણ સ્વિકાર કરી લીધી છે. વકીલ પ્રશાંત પદ્મનાભને સુપ્રીમ કોર્ટમાં ઓફલાઈન બોર્ડ એક્ઝામ રદ કરવાની માગવાળી અરજી પર ફટાફટ સુનાવણી કરવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, આ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા સંબંધમાં છે, કોરોના મહામારીના કારણે ફિજિકલ ક્લાસિસ પણ સંચાલિત નથી કરી શકતા. તેના પર સીજેઆઈ એનવી રમણાએ કહ્યું કે, ઠીક છે. મામલાને જસ્ટિસ એએમ ખાનવિલકરની બેંચ પાસે મોકલી દઈએ છીએ. 15 રાજ્યોના વિદ્યાર્થીઓએ અરજી દાખલ કરીને ઓફલાઈન પરીક્ષા રદ કરવા અને વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિથી રિઝલ્ટ તૈયાર કરવાની માગ કરી છે. આ ઉપરાંત અરજીમા તમામ બોર્ડ્સને સમયસર રિઝલ્ટ જાહેર કરવા નિર્દેશ આપવા અને અલગ અલગ પડકારોને જોતા ઈંપ્રુવમેંટ એક્ઝામનો વિકલ્પ આપવાની માગ પણ કરી છે.અરજીમાં કહેવાયુ છે કે, અમુક સ્ટેટ બોર્ડ ટાઈમટેબલ જાહેર કરી દીધું છે, પણ અમુકમાં હજૂ ચર્ચા ચાલી રહી છે. રાજ્ય સરકારો અને બોર્ડના આવા વર્તનથી સ્ટૂડેંટ્સ પણ અસંતુષ્ટ છે. વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય અને કરિયરને લઈને ચિંતિત અને તણાવમાં છે. પણ સ્ટેટ બોર્ડ ખાલી મૂકદર્શક બનેલું છે.

Tags:    

Similar News