દિલ્હીમાં સોમવારથી કોરોનાના તમામ નિયંત્રણો હટશે,કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનો ગ્રાફ નીચે ગયો છે. તો વળી કેસોમાં થતાં ઘટાડાને જોઈને દિલ્હીમાં કોરોના પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે

Update: 2022-02-25 10:10 GMT

દિલ્હીમાં સોમવારથી કોરોનાના તમામ નિયંત્રણો હટશે,કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનો ગ્રાફ નીચે ગયો છે. તો વળી કેસોમાં થતાં ઘટાડાને જોઈને દિલ્હીમાં કોરોના પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે. જેને લઈને દિલ્હીના ઉપરાજ્યપાલ સાથેની થયેલી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.DDMA ની આ બેઠકમાં મુખ્યમંત્રી કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સહિત કેટલાય અધિકારીઓ હાજર રહ્યા હતા. કોવિડની હાલતની સ્થિતી પર મીટિંગ દરમિયાન ખૂબ ચર્ચાઓ થઈ અને તમામ કોરોના પ્રતિબંધો હટાવા પર નિર્ણય કરવામાં આવ્યો.

જો કે, આ છૂટ ત્યારે જાહેર કરવામાં આવશે, જ્યારે પોઝિટિવિટી રેટ 1 ટકાથી ઓછો હશે. તો વળી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, સોમવારથી દિલ્હીમાં તમામ કોરોના પ્રતિબંધો હટાવી લેવામાં આવશે. કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટમાં લખ્યું છે કે, ડીડીએમએ તમામ પ્રતિબંધઓ પાછા લઈ રહ્યું છે, કારણ કે, સ્થિતીમાં સુધારો થઈ રહ્યો છે અને લોકોને નોકરીએ જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 1 એપ્રિલથી સ્કૂલ સંપૂર્ણપણે ઓફલાઈન કામ કરવા લાગશે, માસ્ક નહીં પહેરવા પર 500 રૂપિયાનો દંડ ભરવાનો રહેશે. કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે. જેના પર સરકારની બાજનજર રહેશે.

Tags:    

Similar News