ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું, બ્રિટનને પણ પછાડ્યું

ભારતની દ્રષ્ટીએ આર્થિક મોરચા પર સારા સમાચાર આવ્યા છે. બ્રિટનને પછાડી ભારત દુનિયાની 5 મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે

Update: 2022-09-03 05:28 GMT

ભારતની દ્રષ્ટીએ આર્થિક મોરચા પર સારા સમાચાર આવ્યા છે. બ્રિટનને પછાડી ભારત દુનિયાની 5 મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આ સાથે જ બ્રિટેન 6 સ્થાને પહોંચી ગયું છે.

તમને જણાવી દઈએ કે, એક દાયકા પહેલા ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થા માં 11 માં ક્રેમ હતું, જ્યારે બ્રિટન પાંચમાં નંબર પર હતું.આ બ્રિટનની નવી સરકાર માટે એક મોટો ઝટકો છે. તમને જણાવી દઈએ કે, બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય બોરિસ જોનસન ઉત્તરાધિકારીને પસંદ કરવામાં આવ્યા. એવું માનવામાં આવી રહ્યું છે કે, નવી સરકાર માટે મોંઘવારી અને સુસ્ત ઇકોનોમી સૌથી મોટો પડકાર હશે.આ સમાચાર એટલા માટે મહત્વની છે કેમ કે, હાલમાં ભારતે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટર માટે જીડીપીના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. આંકડાઓથી જાણી શકાય છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરનાર અર્થવ્યવસ્થા છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 13.5 ટકા રહ્યો જે ગત એક વર્ષમાં સૌથી વધુ છે. ત્યારે વાર્ષિક ધોરણે પણ ભારતના જીડીપીમાં વધારો થવાની સંભાવના છે.

Tags:    

Similar News