ભારતમાં સતત ચોથા દિવસે કોરોનાના 15 હજારથી ઓછા કેસ નોંધાયા,વાંચો આજના આંકડા

Update: 2021-10-20 04:53 GMT

ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના 14 હજાર 623 નવા મામલા આવ્યા છે. આ મામલા 15 હજારથી ઓછા છે પણ 19 ઓક્ટોબરના મામલા કરતા વધારે છે. 19 ઓક્ટોબરો 13, 058 મામલા નોંધાયા હતા. જ્યારે 164 લોકોના મોત થયા હતા. જ્યારે આજે એટલે કે 20 ઓક્ટોબરે 197 કોરોનાના દર્દીએ જીવ ગુમાવ્યો છે. રિકવરી રેટ સતત પોતાના ઉચ્ચતમ સ્તર પર છે અને ગત વર્ષે માર્ચની સરખામણીએ આ સૌથી વધારે છે. ગત 4 દિવસોથી કોરોનાના કેસ 15 હજારથી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યા છે.

કોરોનાના તાજા ટ્રેંડને જોતા એક્સપર્ટ્સે કહ્યું છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવે પણ છે તો તે 2022ના મધ્ય સમય સુધી હશે. હાલ એવું થવાની શક્યતા નથી. તાજા આંકડા મુજબ આ સમયમાં કોરોનાના 19 હજાર 446 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસો ઘટવાનું પણ સતત ચાલું છે અને હવે આ કુલ મામલાના ફક્ત 0.52 ટકા રહી ગયા છે. દેશમાં કોરોનાના ફક્ત 1 લાખ 78 હજાર એક્ટિવ કેસ રહ્યા છે. ગત 229 દિવસોમાં સૌથી ઓછા છે. કોરોનાથી સાજા થનારાનો દર 98.15 ટકા પહોંચી ગયો છે. જે ગત વર્ષ માર્ચથી અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે. ગત 117 દિવસથી અઠવાડિક પોઝિટિવિટી રેટ 3 ટકાથી નીચે બનેલો છે. ત્યારે દેશમાં અત્યાર સુધીમાં 99.12 કરોડ રસીના ડોઝ લગાવાઈ ચૂક્યા છે અને આવતા કેટલાક દિવસોમાં જ ભારત 100 કરોડ ડોઝ આપવાનો રેકોર્ડ પણ બનાવી લેશે.

Tags:    

Similar News