મધ્યપ્રદેશ: ભોપાલની કમલા નેહરુ ચિલ્ડ્રન હોસ્પિટલમાં લાગી આગ, ઘટનામાં 4 બાળકોના મોત

ભોપાલની કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને બચાવ કાર્ય ચાલુ છે.

Update: 2021-11-09 04:06 GMT

ભોપાલની કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને બચાવ કાર્ય ચાલુ છે. આ પ્રસંગે તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગ હાજર છે. આ ઘટનામાં ચાર બાળકોના મોત થયા છે જ્યારે ઘણા બાળકો ઘાયલ થયા છે. દરમિયાન કમલા નેહરુ હોસ્પિટલની બહાર રાહ જોઈ રહેલા માતા-પિતાએ કહ્યું કે તેમને તેમના બાળકો વિશે કોઈ માહિતી નથી, 3-4 કલાક થઈ ગયા છે.

Full View

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ફતેહગઢ ફાયર સ્ટેશનના ઈન્ચાર્જ ઝુબેર ખાને જણાવ્યું કે, સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે હોસ્પિટલ બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 8-10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ વાતની પુષ્ટિ કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કર્યું કે, હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. બચાવ કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવ્યું હતું, આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ કમનસીબે આ બાળકો, જેઓ પહેલેથી જ ગંભીર રીતે બીમાર હતા બચાવી શકાયા ન હતા.

તેમણે કહ્યું કે ભોપાલની કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગવાની ઘટના દુઃખદ છે. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે સૂચના આપવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ આરોગ્ય અને તબીબી શિક્ષણ મોહમ્મદ સુલેમાન તપાસ કરશે. ઘટના બાદ પરિવારના સભ્યો તેમના બાળકોની શોધમાં હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા.

Tags:    

Similar News