BIG Breaking: ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના ઘરે NCBની ટીમના દરોડા,મન્નત પર પહોંચ્યા અધિકારીઓ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ગુરુવાર, 21 ઓક્ટોબરના રોજ શાહરુખ ખાન તથા અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા હતા

Update: 2021-10-21 07:44 GMT

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ગુરુવાર, 21 ઓક્ટોબરના રોજ શાહરુખ ખાન તથા અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા હતા.NCB આજે બપોરે બે વાગે ચંકી પાંડેની દીકરી અનન્યાને બે વાગે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.આ પૂર્વે બુધવાર, 20 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. જેલમાં બંધ દીકરા આર્યન ખાનને મળવા શાહરુખ ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં આવ્યો હતો. પિતા તથા પુત્ર વચ્ચે અંદાજે 18 મિનિટ વાતચીત ચાલી હતી. શાહરુખની સાથે તેનો સ્ટાફ પણ જોવા મળ્યો હતો. જોકે આર્યનને માત્ર શાહરુખ જ મળ્યો હતો. જેલનાં સૂત્રોના મતે, પિતાને જોતાં જ આર્યન એકદમ ભાંગી પડ્યો હતો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.2 ઓક્ટોબર બાદથી આ પહેલી વાર બન્યું હતું કે આર્યનને પરિવારનો કોઈ સભ્ય મળ્યો હોય.

Tags:    

Similar News