પીએમ મોદી 3 દિવસીય અમેરિકાની યાત્રા પર રવાના થયાં, UNમાં કરશે યોગ દિવસનું નેતૃત્વ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે એટલે કે આજે અમેરિકા માટે રવાના થઈ ગયા છે. પીએમ મોદી 21થી લઈને 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે છે.

Update: 2023-06-20 06:57 GMT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે એટલે કે આજે અમેરિકા માટે રવાના થઈ ગયા છે. પીએમ મોદી 21થી લઈને 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે છે. રાજકીય યાત્રા પર રવાના થતાં પહેલા પ્રધાનમંત્રીએ પોતાના કાર્યક્રમને લઈને ટ્વિટ પણ કર્યું. પીએમ મોદીએ ટ્વિટમાં કહ્યું કે, યૂએસએ માટે રવાના થઈ રહ્યો છું, જ્યાં હું ન્યૂયોર્ક શહેર અને વોશિંગ્ટન ડીસીમાં કાર્યક્રમમાં ભાગ લઈશ. આ કાર્યક્રમોમાં યૂએન હેડક્વાર્ટર પર યોગ દિવસ સમારંભ, જો બાઈડેન સાથે વાતચીત અને અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરવુ અને ઘણું બધું છે. યૂએસએમાં મને બિઝનેસ લીડર્સ સાથે મળવા, ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરવા અને જીવનના અલગ અલગ ક્ષેત્રોના વિચારકો સાથે મળવાનો અવસર પણ મળ્યો. અમે વેપાર, કોમર્સ, ઈનોવેશન, ટેક્નોલોજી અને એવા અન્ય ક્ષેત્રો જ્યાં મુખ્ય ક્ષેત્રોમાં ભારત-યૂએસએ સંબંધોના ગાઢ કરવાનું છે. રાજકીય પ્રવાસની ચર્ચા છેડાઈ રહી છે. લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને અમેરિકામાં પુરા જોશ સાથે તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રીના આ પ્રવાસની મુલાકાત પર સૌ નજર રાખીને બેઠા છે. આશા છે કે, ભારત અને અમેરિકા વચ્ચે કેટલીય મહત્વની ડીલ પણ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, પીએમ મોદીનો આ પહેલા રાજકી પ્રવાસ છે. પીએમ મોદીના આ પ્રવાસનો ખર્ચો અમેરિકા ઉઠાવશે. પીએમ મોદી પહેલા પૂર્વી પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ રાજકીય યાત્રા પર ગયા હતા.

Tags:    

Similar News