PM Modi આજે મણિપુર અને ત્રિપુરાની મુલાકાતે, બંને રાજ્યોને હજારો કરોડ રૂપિયાની આપશે ભેટ

Update: 2022-01-04 03:54 GMT

મણિપુર એ મ્યાનમારની સરહદે આવેલું એક સંવેદનશીલ ભારતીય રાજ્ય છે, જ્યાં આગામી અઢી મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. દરમિયાન, આજે એટલે કે 4 જાન્યુઆરીએ પીએમ મણિપુર અને ત્રિપુરાની મુલાકાત લેશે. વડાપ્રધાન આજે ઇમ્ફાલમાં રૂ. 4800 કરોડથી વધુની કિંમતની 22 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

આ સિવાય પીએમ અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર બનેલા નવા ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરશે.તાજેતરમાં એક રેલીને સંબોધતા જેપી નડ્ડાએ કહ્યું કે, અન્ય રાજકીય પક્ષોને ઈરાદો માત્ર વડાપ્રઘાન નરેન્દ્ર મોદીની ટીકા કરવાનો છે. તેઓ એ ભૂલી જાય છે કે, પીએમ મોદીની ટીકા કરતી વખતે તેઓ દેશની પણ ટીકા કરવા લાગે છે. તેઓ માત્ર ભ્રષ્ટાચાર અને કમિશન વિશે જ વિચારે છે. બીજી તરફ, અમારી પાસે ભારતને આગળ લઈ જવાનો વિઝન છે. ભાજપ બધાને સાથે લઈને ચાલે છે, પરંતુ તેઓ વંશવાદ અને પરિવારવાદ સાથે ચાલે છે.

Tags:    

Similar News