ત્રિપુરામાં 60 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ, PM મોદીએ મતદારોને કરી અપીલ

60 સભ્યોની ત્રિપુરા વિધાનસભા માટે મતદાન શરૂ થઈ ગયું છે. 20 મહિલા ઉમેદવારો સહિત કુલ 259 ઉમેદવારો મેદાનમાં છે.

Update: 2023-02-16 02:49 GMT

60 સભ્યોની ત્રિપુરા વિધાનસભા માટે મતદાન શરૂ થઈ ગયું છે. 20 મહિલા ઉમેદવારો સહિત કુલ 259 ઉમેદવારો મેદાનમાં છે. દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે મતદાન મથકની બહાર લોકોની ભીડ જોવા મળી રહી છે. મહિલાઓ અને વડીલોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

PM મોદીએ મતદાતાઓને મોટી અપીલ કરી છે ત્રિપુરાના લોકોને રેકોર્ડ બ્રેક સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના તહેવારને મજબૂત કરવા વિનંતી કરી છે. હું ખાસ કરીને યુવાનોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા આહ્વાન કરું છું.

Tags:    

Similar News