મોદી સરકારની મોટી જાહેરાત : સસ્તું ઘર ખરીદવું ઈરછો છો તો લાભ લો આ યોજનાનો

Update: 2021-08-17 11:40 GMT

કેન્દ્ર સરકારે સોમવારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી ક્ષેત્રોમાં 16,488 ઘરોના નિર્માણને મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે નિવેદન જાહેર કરી આ વાતની જાણકારી આપી હતી. જણાવી દઈએ કે અત્યાર સુધી સ્વીકૃત ઘરોની કુલ સંખ્યા 1.13 કરોડથી વધુ છે. પીએમ આવાસ યોજના હેઠળ સરકાર બેઘર લોકોને ઘર બનાવીને આપે છે અને સાથે જ તેમણે સબસિડી મળે છે જે લોકો લોન પર ઘર અથવા ફ્લેટ ખરીદવા માંગે છે.

સરકારની કેન્દ્રીય સ્વીકૃતિ અને દેખરેખ હેઠળની સમિતિની 54મી બેઠક થઈ હતી. 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ અરજી કરવા માટે સરકારે મોબાઈલ આધારિત આવાસ એપ બનાવી છે. તેને ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવામાં આવી શકે છે. ડાઉનલોડ કર્યા બાદ તમારે મોબાઈલ નંબર દ્વારા તેમાં લોગ ઈન આઈડી બનાવવાનું રહેશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભા પહેલા ફક્ત ગરીબ વર્ગ માટે હતો. પરંતુ હવે હોમ લોનની રકમ વધીને શહેરી વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગને પણ તેના દાયરામાં લાવવામાં આવ્યા છે.

શરૂઆતમાં પીએમવાઈમાં હોમ લોન રકમ 3થી 6 લાખ રૂપિયા સુધી હતી. જેના પર વ્યાજ પર સબ્સિડી આપવામાં આવતી હતી. હવે 18 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે.ઈડબ્લ્યુએસ માટે વાર્ષિક ઘરેલુ આવક 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. એલઆઈજી માટે વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી 6 લાખ રૂપિયાની વચ્ચે હોવી જોઈએ. હવે 12 અને 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક વાળા લોકો પણ તેનો લાભ ઉઠાવી શકે છે.

Tags:    

Similar News