પંજાબને મળ્યા નવા સીએમ; ચરણજીત સિંહ ચન્ની બન્યા નવા મુખ્યમંત્રી

ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા

Update: 2021-09-19 12:31 GMT

ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા છે. આવતીકાલે કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રીની રેસમાં રંધાવા આગળ હતા પરંતુ અચાનક જ ચરણજીત સિંહ ચન્નીના નામની જાહેરાત કરવામાં આવી છે. ચન્ની દલિત સમાજમાંથી આવે છે. કેપ્ટન સરકારમાં તેઓ મંત્રી હતા.

પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે ચરણજીત સિંહ ચન્નીને ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવી છે. મહત્વનું છે કે આ પહેલા સુખજિંદર સિંહ રંધાવાનું નામ મુખ્યમંત્રી તરીકે આગળ ચાલી રહ્યુ હતુ, પરંતુ નવજોત સિંહ સિદ્ધુના વિરોધ બાદ પાર્ટીએ હવે ચરણજીત સિંહને પ્રદેશની કમાન સોંપી છે. 


કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે આજ સવારથી બેઠકોનો દૌર ચાલી રહ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી માટે અનેક નેતાના નામ સામે આવ્યા હતા. થોડા સમય પહેલા સુધી સુખજિંદર સિંહ રંધાવાનું નામ આગળ ચાલી રહ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ હવે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે કેપ્ટન અમરિંદર સરકારમાં ચરણજીત સિંહ મંત્રી હતા. 

Tags:    

Similar News