ભારતીય બોલરો સામે શ્રીલંકા ધ્વસ્ત, માત્ર 55 રનમા ઓલઆઉટ ભારતની સેમિફાઇલમાં એન્ટ્રી
ભારતે વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે શ્રીલંકાને 302 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં ભારતની આ સૌથી મોટી જીત છે, આ પહેલા ટીમે 2007માં બરમુડાને 257 રનથી હરાવ્યું હતું.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 357 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ભારતીય બોલરોએ શ્રીલંકાને 19.4 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ જીત સાથે જ ટીમ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતના 7 મેચમાં 14 પોઈન્ટ છે અને ટીમ ટુર્નામેન્ટમાં અજેય છે.
ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ શમીએ 5, મોહમ્મદ સિરાજે 3 અને જસપ્રીત બુમરાહે 1 વિકેટ ઝડપી હતી. આ પહેલાં શુભમન ગિલ (92 બોલમાં 92 રન), વિરાટ કોહલી (94 બોલમાં 88 રન) અને શ્રેયસ અય્યર (56 બોલમાં 82 રન) સદી ફટકારવામાંથી ચૂકી ગયા હતા.