બૉલીવુડ ક્વિન કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ 'તેજસ'ની રિલીઝ ડેટ કરાય જાહેર

Update: 2023-07-05 15:54 GMT

બૉલીવુડ ક્વિન કંગના રનૌત હવે પોતાની અપકમિંગ ફિલ્મને લઇને ચર્ચામાં આવી છે. કંગના રનૌત તેની ફિલ્મોને લઈને ખુબ ચર્ચામાં રહે છે. તે હાલમાં જ તેના પ્રૉડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'ની સક્સેસનો આનંદ ઉઠાવી રહી છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. હવે કંગનાએ તેની ફિલ્મ 'તેજસ'ની રિલીઝ ડેટ જાહેર કરી છે. તેને આ ફિલ્મનો પોતાનો લૂક પહેલાથી જ શેર કર્યો હતો. હવે ફિલ્મના પોતાના લૂકની તસવીરો સાથે તેને ફિલ્મની તારીખનું એલાન કર્યુ છે. તેજસ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવશે, આ સાથે જ હવે તેજસની સુપરસ્ટાર ટાઈગરની ફિલ્મ સાથે ટક્કર થવા જઈ રહી છે.

કંગના રનૌત એરફોર્સ યૂનિફૉર્મ પહેરીને એરક્રાફ્ટમાંથી બહાર નીકળતી જોવા મળે છે. બીજી તસવીરમાં તે એક્શન સીન કરતી જોવા મળી રહી છે અને તેની પાછળ એક સળગતી કાર જોવા મળી રહી છે. બંનેની તસવીરો જોઈને ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે. તસવીર શેર કરતી વખતે તેને લખ્યું- અમારા બહાદુર વાયુસેનાના પાઇલટ્સની બહાદુરીનું સન્માન. તેજસ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની ફિલ્મ ગણપત પણ 20 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. બંને ફિલ્મો એક્શન ડ્રામા હશે જે બૉક્સ ઓફિસ કલેક્શનને અસર કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે કઈ ફિલ્મ રિલીઝ ડેટ લંબાવે છે, અથવા બંને એક જ દિવસે રિલીઝ થશે.

Tags:    

Similar News