સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું : ખાનગી હોસ્પિટલોએ તેમના સ્ટાફની સુરક્ષા માટે કરવી પડશે વ્યવસ્થા...

સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું છે કે, ખાનગી હોસ્પિટલોએ પોતાના સ્ટાફની સુરક્ષા કરવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી ખાનગી હોસ્પિટલોને સુરક્ષા કવચ આપવાની અપેક્ષા રાખી શકાય નહીં.

Update: 2022-09-05 12:19 GMT

સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું છે કે, ખાનગી હોસ્પિટલોએ પોતાના સ્ટાફની સુરક્ષા કરવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી ખાનગી હોસ્પિટલોને સુરક્ષા કવચ આપવાની અપેક્ષા રાખી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું છે કે, ખાનગી હોસ્પિટલોએ પોતાના સ્ટાફની સુરક્ષા કરવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી ખાનગી હોસ્પિટલોને સુરક્ષા કવચ પ્રદાન કરવાની અપેક્ષા રાખી શકાય નહીં. ખાનગી હોસ્પિટલો વ્યાપારી સાહસો છે જેણે પોતાને સુરક્ષિત રાખવાની હોય છે. સર્વોચ્ચ અદાલત દર્દીઓના સંબંધીઓ અને અન્ય લોકો દ્વારા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ પર હુમલાઓને રોકવા માટે હોસ્પિટલો અને તબીબી કેન્દ્રોમાં પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા અધિકારીઓને નિર્દેશોની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ એએસ ઓકાની બેન્ચે કહ્યું કે, ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સેન્ટરોએ પોતાની સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ, જ્યાં સુધી સરકારી હોસ્પિટલોનો સવાલ છે. તેમની સુરક્ષાની વ્યવસ્થા સંબંધિત હોસ્પિટલો દ્વારા કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશમાં મોટી સંખ્યામાં હોસ્પિટલો, નર્સિંગ હોમ અને મેડિકલ સેન્ટર ખાનગી છે. ખંડપીઠે અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા વકીલને પૂછ્યું કે, શું તમે ઈચ્છો છો કે, સરકાર દરેક હોસ્પિટલને સુરક્ષા આપે..!

Tags:    

Similar News