બિહારમાં અનેક સ્થળોએ વીજળી પડતા 33 લોકોના થયા મોત

ઉત્તર પ્રદેશ અને બિહારમાં પવન સાથે ભારે વરસાદના કારણે તબાહી સર્જાઈ હતી. બિહારમાં અનેક સ્થળોએ વીજળી પડવાના કારણે 33 લોકોના મોત થયા છે.

Update: 2022-05-21 04:26 GMT

ઉત્તર પ્રદેશ અને બિહારમાં પવન સાથે ભારે વરસાદના કારણે તબાહી સર્જાઈ હતી. બિહારમાં અનેક સ્થળોએ વીજળી પડવાના કારણે 33 લોકોના મોત થયા છે. ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા.

બિહારના પટના, ભાગલપુર, મુઝફ્ફરપુર, વૈશાલી, મુંગેર, જમુઈ, કટિહાર, કિશનગંજ, જહાનાબાદ જેવા જિલ્લાઓમાં આંધી સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રેલવે ટ્રેક અને માર્ગ પર વીજળીના થાંભલા તેમજ વૃક્ષો તૂટી જતા ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ઘણી ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજળી પડવાથી મોતને ભેટનારા મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.

Tags:    

Similar News