મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે શપથ ગ્રહણ સમારોહ, PM મોદી અને અનેક મોટા નેતાઓ રહેશે હાજર

Update: 2023-12-13 03:11 GMT

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. બંને રાજ્યોમાં આજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. સૌથી પહેલા મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ શપથ લેશે, ત્યારબાદ વિષ્ણુદેવ સાય રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પદના શપથ લેશે. બંને રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઘણા મોટા નેતાઓ હાજર રહેશે.

મધ્યપ્રદેશના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં સવારે 11.30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોહન યાદવની સાથે અનેક મંત્રીઓ પણ હોદ્દા અને ગોપનીયતાના શપથ લઈ શકે છે. છત્તીસગઢના નવનિયુક્ત મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય સાંજે 4 વાગ્યે રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં યોજાનાર કાર્યક્રમમાં શપથ લેશે. બંને રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજેપીએ માહિતી આપી છે કે પીએમ મોદી ઉપરાંત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ બંને રાજ્યોમાં આજે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

Tags:    

Similar News