UGVCLના MD રંધાવાએ આચરેલી ગેરરીતિઓ કારણે સસ્પેન્ડ કરાયા, વાંચો વધુ...

ગુજરાત સરકારમાં આઈએફએસ અધિકારી કે.એસ.રંધાવાને ગેરરીતીઓના કારણે સસ્પેન્ડ કરી દેવાયા છે.

Update: 2022-03-04 05:03 GMT

ગુજરાત સરકારમાં આઈએફએસ અધિકારી કે.એસ.રંધાવાને ગેરરીતીઓના કારણે સસ્પેન્ડ કરી દેવાયા છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના એમડી તરીકે ફરજ બજાવતા 1992 બેચના આઇએફએસ અધિકારી કે.એસ.રંધાવા ને સસ્પેન્ડ કરી દેવાયા છે. કૃષિ વિભાગના નિગમ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનમાં તેઓ મેનેજિંગ ડાયરેક્ટર પદે હતા, ત્યારે તેમણે આચરેલી ગેરરીતિઓ કારણે સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું વન વિભાગના આ સસ્પેન્શન ઓર્ડરમાં જણાવાયું છે.

ગુજરાત સરકારની કોમ્પ્રિહેન્સિવ એગ્રીકલ્ચર બિઝનેસ પોલિસીના વર્ષ 2016થી 2021 સુધીના 5 વર્ષના સમયગાળામાં ઉદ્યોગોને 337 કરોડની સરકારી નાણાંની ફાળવણી છતાં ઘણાં ઉદ્યોગોને આ ફાળવણી સામે અસંતોષ હતો. આ ઓર્ડરમાં જણાવ્યા મુજબ રંધાવાએ આ પોલિસીના અમલીકરણ માટે જરૂરી વહેલા તે પહેલાના ધોરણનો અમલ કરવાને બદલે પાછળથી અરજી કરનારા કેટલાક લોકોને પોલીસીના લાભ આપી દીધા હતા. જેના કારણે સરકારને 540 કરોડની વિત્તીય જવાબદારીનું ભારણ સહન કરવું પડ્યું હતું. તેમણે સરકારને 200 કરોડથી વધુનો ચૂનો ચોપડાવી દીધો હોવાનું સૂત્રો જણાવે છે.

Tags:    

Similar News