ઈન્ડોનેશિયા પ્લેન ક્રેસ: દુર્ઘટનાના 12 કલાક બાદ હવે ઈન્ડોનેશિયાની તપાસ ટીમોને જકાર્તાની પાસે જાવા સાગરમાં શરીરના અંગો મળ્યા

Update: 2021-01-10 06:07 GMT

ઈન્ડોનેશિયા ની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યાના તરત બાદ શ્રી વિજયા એરલાઇન્સનું પ્લેન ગુમ થઈ ગયું. દુર્ઘટનાના 12 કલાક બાદ હવે ઈન્ડોનિશાયાની તપાસ ટીમોને જકાર્તાની પાસે જાવા સાગરમાં શરીરના અંગો મળ્યા છે આ તે જ સ્થળ ચ્હે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનમાં 62 લોકો સવાર હતા. જકાર્તા પોલીસના પ્રવક્તા યૂસરી યુનુસે જાણકારી આપતા જણાવ્યું કે આજે સવારે બે (બોડી) મળી છે, એક બેગ મુસાફર સાથે જોડાયેલી અને બીજીમાં બોડી પાર્ટ્સ છે.


ઈન્ડોનેશિયાના પરિવહન મંત્રી બુદી કરયા સુમાદીએ જણાવ્યું કે, તપાસ અધિકારીઓને દુર્ઘટના સ્થળથી સંભવિત સ્થળની ઓળખ કર્યા બાદ મોટાપાયે મુસાફરોની તપાસ શરૂ કરી દીધી છે. તપાસ ટીમને જે બેગ મળી છે તે લાનચાંગ દ્વીપ અને લાકી દ્વીપની વચ્ચે એસએઆર ટીમને મળી છે. એરલાઇન્સ તરફથી જાહેર નિવેદન મુજબ, પ્લેને જકાર્તાથી પોંટિયાનક માટે ઉડાન ભરી હતી, જે ઈન્ડોનેશિયાના બોર્નિયા દ્વીપ સ્થિત પશ્ચિમ કાલીમંતન પ્રાંતની રાજધાની છે. આ ઉડાનની અવધિ લગભગ 90 મિનિટની હતી. પ્લેનમાં 50 મુસાફરો ઉપરાંત ચાલક દળના 12 સભ્ય સવાર હતા. તમામ ઈન્ડોનેશિયાના નાગરિક છે.

Tags:    

Similar News