IPL 2020 ફાઇનલ : દિલ્હીને 5 વિકેટથી પરાજય આપી મુંબઇ ઇન્ડિયન્સ સતત પાંચમી વખત બન્યું ચેમ્પિયન
મુંબઈ ઈન્ડિયન્સે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા ફાઈનલ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટથી હાર આપી આઈપીએલની 13મી સિઝનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. મુંબઈનો આ પાંચમો ખિતાબ છે. આ પહેલા 2013, 2015, 2017 અને 2019 માં આઈપીએલ ટ્રોફી જીતી હતી. દિલ્હી પ્રથમ વખત ફાઈનલ રમી રહ્યું હતું, પંરતુ ખિતાબ ન જીતી શકી.
દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા હતા. મુંબઈએ 18.4 ઓવરમાં આ ટાર્ગેટ પાંચ વિકેટ ગુમાવી ઝડપી લીઘો લીધો હતો. મુંબઈ માટે કેપ્ટન રોહિત શર્માએ 68 રનની શાનદાર ઈનિંગ રમી હતી.