J&K: પુલવામામાં સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકીનો ઠાર કર્યો 

Update: 2018-10-13 04:33 GMT

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકીને ઠાર કર્યો છે. માર્યા ગયેલા આતંકીની ઓળખ શબીર અહમદ ડાર તરીકે થઇ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સેના, એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટુકડીએ જહૂર ઠોકર અને અન્ય કેટલાક આતંકીઓની માહિતી પર ઓપરેશન શરૂ કર્યું હતું. જહૂર હિઝ્બુલનો કમાન્ડર છે. તે 2016માં ટેરીટોરિયલ આર્મીમાંથી ભાગીને આતંકી બન્યો હતો.

જહૂર ઠોકર 173 ટેરિટોરિયલ આર્મીનો સભ્ય હતો અને 2016માં તે સર્વિસ વાઇરલ સાથે ફરાર થઈ ગયો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ ઠોકર અને બાકીના આતંકવાદીઓ સ્થળેથી ફારર થઈ ગયા છે. આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શુક્રવાર મોડી રાત્રે શરૂ થઇ હતી.

બીજી તરફ બારામૂલામાં પણ શુક્રવારે રાત સોપોરના બાહ્ય વિસ્તાર વારપોરામાં આતંકવાદીઓના હુમલામાં પોલીસકર્મી જાવેદ અહમદ શહીદ થયા હતા. અત્યારે આ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણી થઇ રહી છે. આજે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાશે. એવામાં આતંકવાદીઓ સક્રિય થયા છે જેને અટકાવવા માટે સુરક્ષાદળો તૈયાર છે.

Similar News