કર્ણાટકમાં ભાજપનો ડંકો, 15માંથી 12 બેઠકો જીતી બહુમતનો આંકડો પાર કર્યો

Update: 2019-12-09 09:40 GMT

કર્ણાટક વિધાનસભા પેટા-ચૂંટણીઓના પરિણામો આવી ગયા છે. ભાજપના ઉમેદવારોએ 15 બેઠકોમાંથી 12 બેઠકો પર વિજય મેળવ્યો છે. બે બેઠકો કોંગ્રેસના ખાતામાં ગઈ, જ્યારે જેડીએસ પોતાનું ખાતું ખોલી શક્યું નહીં. એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવારે જીત હાંસિલ કરી હતી . યેદિયુરપ્પા સરકારે ભાજપના શાનદાર પ્રદર્શનને કારણે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. હવે ભાજપ પાસે વિધાનસભાની 117 બેઠકો છે, જે બહુમતીના આંકડા કરતા 5 વધુ છે. આ જીત પર મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે હું જીતી ગયેલા 12 ઉમેદવારોમાંથી 11ને કેબિનેટ મંત્રી બનાવીશ.

પીએમ મોદીએ કહ્યું – જોડ તોડની રાજનીતિ નહીં ચાલે

કર્ણાટકમાં ભાજપના

શાનદાર પ્રદર્શન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે કર્ણાટકની જનતાએ

ખાતરી કરી લીધી છે કે, હવે કોંગ્રેસ અને જેડીએસ ત્યાંના લોકોને દગો આપી શકશે

નહીં. હવે કર્ણાટકમાં કોઈ જોડ તોડ  નથી, ત્યાંની પ્રજાએ સ્થિર અને મજબૂત સરકારને તાકાત આપી છે.

સીએમ યેદિયુરપ્પાએ

કહ્યું - 11 ઉમેદવારો કેબિનેટ મંત્રી હશે

મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે, જે 12 ઉમેદવારો જીત્યા હતા તેમાંથી 11 ને કેબિનેટ પ્રધાન

બનાવવામાં આવશે. મેં રાનીબેનનુરથી વિજેતા થયેલા ભાજપના ઉમેદવારને વચન આપ્યું નથી. 11 પ્રધાન બનાવવામાં કોઈ મુશ્કેલી નથી. હું આગામી 3-4 દિવસમાં દિલ્હી જઈશ અને તેને અંતિમ રૂપ આપીશ.

ભાજપે બહુમતીનો

આંકડો પાર કર્યો

કર્ણાટક

પેટા-ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભાજપના ઉમેદવારોએ 15માંથી 12 બેઠકો પર મેળવી લીધી છે. આ જીતની સાથે જ ભાજપે વિધાનસભામાં બહુમતીનો આંકડો પાર

કરી લીધો છે. 222 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે 117 ધારાસભ્યો છે.

કોંગ્રેસ પાસે 68 બેઠકો અને જેડીએસની 34 બેઠકો છે. 

Tags:    

Similar News