ખેડા: 25 ગામના ખેડૂતોની ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી,જુઓ શું છે કારણ

Update: 2021-02-02 14:20 GMT

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના 25થી વધુ ગામોના ખેડૂતો દ્વારા કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત અલવા તળાવમાં પાણી છોડવાની માંગ સાથે પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.જો આગામી દસ દિવસમાં પાણી છોડવામાં નહીં આવેતો ખેડૂતો દ્વારા ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અલવા ગામે તળાવમાં કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.જેને લઈ પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.જો અલવા તળાવમાં પાણી છોડવામાં આવે તો આજુબાજુના 25 જેટલા ગામોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થઇ શકે તેમ છે.આ અંગે ખેડૂતો દ્વારા વારંવાર હિંમતનગર સિંચાઇ વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.પરંતુ હિંમતનગર સિંચાઇ વિભાગ દ્વારા ત્રણ લાખ રૂપિયા જમા કરાવવા જણાવવામાં આવ્યું છે.જો કે ખેડૂતોની માંગ છે કે હાલ કોરોના મહામારીને લઇ ખેડૂતો રૂપિયા જમા કરાવી શકે તેમ નથી.હાલ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે દસ દિવસમાં અલવા તળાવમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. અને માંગ ન સંતોષાય તો ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Tags:    

Similar News