ખેડા: નડિયાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા, જુઓ કારણ

Update: 2021-02-19 06:26 GMT

નડિયાદ નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર પર અજાણ્યા શસ્ખોએ હુયમલો કરતાં તેમણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

નડિયાદ પાલિકાની ચૂંટણી આડેના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા સમયે કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો થતાં ભારે હોબાળો મચ્યો છે. હાલ ઉમેદવારને સારવાર હેઠળ મહાગુજરાત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો હોસ્પિટલ પર પહોંચ્યાં હતાં. નડિયાદ નગરપાલિકાના વોર્ડ નં.3માં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરનારા દીપક વાઘેલા ગુરૂવારની રાત્રે ખોડીયાર ગરનાળા પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યાં હતાં.

આ બાબતે કોંગ્રેસના આગેવાનોને જાણ થતાં તેઓ તુરંત ખોડીયાર ગરનાળા પર પહોંચ્યાં હતાં. દીપકના બન્ને પગે ખૂબ જ મારમાર્યો હોવાનું અને તે ઉભા પણ રહી શકતાં ન હોવાનું જોવા મળ્યું હતું. આથી તાત્કાલિક મહાગુજરાત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવના પગલે શહેરમાં ભારે હોબાળો મચી ગયો હતો અને કોંગ્રેસના ટેકેદારો હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં.નડિયાદ ટાઉન પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News