આજે રમાનાર RCB અને KKR વચ્ચેની મેચ મોકૂફ, જાણો કેમ..?

Update: 2021-05-03 07:44 GMT

કોલકતા નાઈટ રાઈડર્સની અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની આજે અમદાવાદમા આઇપીએલ2021ની 30મી મેચ થવાની હતી પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા  મેચ મોકૂફ રાખવામાં આવી છે KKRના બે ખેલાડી વરુણ ચક્રોવર્તી અને સંદીપ વોરિયરને કોરોનાના લક્ષણો જણાતા આજની મેચ મોકૂફ રખાઇ છે.

કેકેઆર કેમ્પમાં ખેલાડીઓ કોવિડ પોઝિટિવ જણાતા કોલકતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) વચ્ચેની મેચ મુલતવી રાખવામાં આવી છે. કહેવામાં આવે છે કે કેકેઆર કેમ્પમાં બે ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થતાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021માં પહેલીવાર બન્યું છે કે મેચ અગાઉ સ્થગિત કરવામાં આવી રહી છે, જોકે કેટલાક ખેલાડીઓ તેમજ સપોર્ટ સ્ટાફ દ્વારા અગાઉ વાયરસનો ચેપ લાગ્યો હતો. આ મેચ સોમવારે (3 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવાની હતી હાલ તો બંને ખેલાડીઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે.

વિરાટ કોહલીની આગેવાનીમાં આરસીબીએ આઈપીએલ 2021માં જોરદાર શરૂઆત કરી છે કારણ કે ટીમે સાતમાંથી પાંચ મેચ જીતી લીધી છે. બીજી બાજુ, કેકેઆર 14 મી આવૃત્તિમાં જવા માટે સંઘર્ષ કરી રહ્યો છે અને પોઇન્ટ ટેબમાં નીચેથી બીજા ક્રમે છે

Similar News