અંકલેશ્વર : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ITI દ્વારા જનજાગૃતી રેલી યોજાય, 2500થી વધુ તાલીમાર્થીઓ જોડાયા

શહેર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાર જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2024-05-04 10:32 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાર જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક માટે આગામી તા. 7 મેંના રોજ યોજાનાર ચુંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટી તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામુહિક પ્રયત્નો આદર્યા છે, તેમાં અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓએ પણ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી. જેમાં 2500થી વધુ તાલીમાર્થીઓની રેલીને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પ્રસ્થાન કરવામાં આવી હતી. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. લોકશાહીનો આ મહાપર્વ ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વિવિધ વિભાગોના શિક્ષકો પણ રેલીમાં જોડાય ITIના તાલીમાર્થીઓનો ઉત્સાહ વધારો હતો.

Tags:    

Similar News