કચ્છ : વાતાવરણને રળિયામણું બનાવવાની નેમ સાથે નગરપાલિકા દ્વારા રૂ. 4.62 લાખના ખર્ચે કચરાનો નિકાલ કરાશે

Update: 2021-01-19 10:07 GMT

કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલી ડમ્પીગ સાઇટમાં કચરાનો નિકાલ કરવાની કામગીરી રૂ. 4.62 લાખના ખર્ચે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. આગામી 1 વર્ષમાં કચરાના ઢગલાનો નિકાલ કરી તેમાંથી ખાતર બનાવવામાં આવશે. તો સાથે જ દૈનિક 300 ટન કચરાનો નિકાલ કરી વાતાવરણને રળિયામણું બનાવાની નેમ નગરપાલિકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ભુજ શહેરના નાગોર રોડ પર વર્ષોથી એકત્રીત થયેલા 1.83 લાખ ટન લેગસી વેસ્ટનું બાયો રેમીડેશન પદ્ધતિથી નિકાલ કરવાનું આયોજન ઘડી કઢાયું છે. જેથી દૈનિક ૩૦૦ ટન કચરાનો સફાયો કરવામાં આવશે. ભુજ નગરપાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર મીલન ઠક્કરે જણાવ્યું કે, ભુજ નગરપાલિકા નાગોર રોડ પર આવેલ ખાતર ડેપો પર 17 વર્ષથી અંદાજે 1.50 લાખ ટન લેગસી વેસ્ટ પડેલ છે.

પ્રદૂષણ ઓછું કરવા અને વાતાવરણને રમણીય બનાવવા માટે એક દિવસમાં ૩૦૦ ટન કચરાનો નિકાલ થાય તે પ્રકારનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પદ્ધતિને અનુસરીને બાયો રેમીડેશન પદ્ધતિથી કચરાનું નિકાલ કરવામાં આવશે. અંદાજે એક વર્ષમાં સમગ્ર કચરાનો સફાયો થઇ જશે, તો જરૂરી મશીન માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ 4.62 લાખ છે. આગામી સમયમાં સ્વચ્છ ભારત મિશન અન્વયે નગરપાલિકા દ્વારા ભુજને ગંદકી મુક્ત બનાવવાની મુહિમ છેડવામાં આવી છે.

Tags:    

Similar News