જો તમને પણ રાત્રે ઊંઘવામાં સમસ્યા થઈ રહી છે તો અજમાવો આ ઉપાય

Update: 2021-09-23 08:58 GMT

આજની મોડર્ન દુનિયામાં અનિંદ્રા થી લગભગ દરેક વ્યક્તિ પીડાય છે. worldsleepday.orgના એક અહેવાલ અનુસાર વિશ્વના લગભગ 45 ટકા લોકો અનિંદ્રાથી પીડાય છે. ઘણા લોકો દિવસભર કામ કર્યા બાદ પણ રાત્રે પૂરતી ઊંઘ લઈ શકતા નથી. જો તમે પણ તે લોકોમાંથી છો જે ઊંઘની સમસ્યાથી પીડાય છે તો અહીં અમુક એવા ઉપાયો છે, જેના દ્વારા તમે ગોળીઓ લીધા વગર જ સારી ઊંઘ લઈ શકશો.

ડોક્ટરો અનુસાર, પગ શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે, જે શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે. ભીના પગ સાથે સુવાથી તમારા શરીરનું તાપમાન સંતુલિત નહીં રહે અને તેથી તમને ઊંઘમાં તકલીફ પડશે. પથારીમાં જતા પહેલા તમારા પગને સરખી રીતે સૂકવી લેવા.

દરરોજ સુવાનો એક સમય નિશ્ચિત કરો અને રોજ તે જ સમયે સુઈ જવાની આદત કેળવો. સુવા જતા પહેલા ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાથી દૂર રહો. કારણ કે તે તમારા માનસિક આરામની સ્થિતિને હાનિ પહોંચાડશે અને તેથી જ તમે શાંતિથી ઊંઘી શકશો નહીં.

રાત્રે પથારી પર જતા પહેલા ઇન્ટરનેટ પર સમય બગાડવાની જગ્યાએ કોઇ સારું પુસ્તક વાંચો. વાંચનથી મગજ શાંત થાય છે અને તેથી તમે ઝડપથી ઊંઘી શકશો. રાત્રીનું ભોજન શક્ય તેટલું જલદી અથવા સુવાના સમયના 2 કલાક પહેલા લઇ લો. તમારી ચા કે કોફીનો છેલ્લો કપ સુવાના 4 કલાક પહેલા લો. જો તમે આ બંને ટેવોનું નિયમિત પાલન કરશો તો તમારી ઊંઘની સમસ્યા નિવારી શકાશે.

ખરાબ ગુણવત્તાવાળા ગાદલા કે પથારી પણ વારંવાર ઊંઘ ખરાબ કરવા માટે જવાબદાર હોઇ શકે છે. તેથી એક આરામદાયક ગાદલામાં સુવાની ટેવ રાખો જેથી તમારા સ્નાયુઓ અને તંત્રિકાઓને પૂરતો આરામ મળી શકે. રાત્રે સૂતા પહેલા જો શક્ય હોય તો ગરમ પાણીથી ન્હાવાથી તમને સારી ઊંઘ તો આવશે, પરંતુ સાથે જ તમારા દિવસભરનો થાક અને તણાવ પણ દૂર થઇ જશે.

Tags:    

Similar News