ઘરમાં રાખેલી ડુંગળીમાંથી વાસ આવવા લાગે છે, ફોલો કરો આ 5 સરળ ટિપ્સ, વરસાદમાં પણ નહીં બગડે ડુંગળી

Update: 2023-07-07 09:51 GMT

વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝન માં અને ક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘરમાં વરસાદના કારણે ભીનાસની સમસ્યાઓ ઉદભવે છે. ભીનાસના કારણે કપડાં અને રસોડાની ઘણી વસ્તુઓમાં વાસ આવતા લાગે છે. આ સિઝનમાં શાકભાજી અને ફળોનો સંગ્રહ કરવો એ ખૂબ જ મોટી જવાબદારી છે. ખાસ કરીને એવા શાકભાજી જેને લાંબો સમય સુધી રાખવાના હોય છે.

ડુંગળીને આપણે લાંબા સમય સુધી સાચવીને રાખવાની હોય છે અને જો તે બગડી જાય તો તેમાથી વધુ દુર્ગંધ આવવા લાગે છે. તો આવો તમને અમે આજે ડુંગળીને લાંબા સમય માટે કેમ સાચવીને રાખવી તેની સરળ ટિપ્સ વિશે જણાવીએ.

1. ભેજથી દૂર રાખો : જ્યારે તમે ડુંગળીનો સંગ્રહ કરો છો ત્યારે ખાસ વાતનું ધ્યાન રાખો કે તે જ્ગ્યા સ્વ્ચ્છ અને વ્યવસ્થિત હોય. તેમાં કોઈ પણ પ્રકારનો ભેજ કે પાણીના હોવુ જોઈએ. સહેજ ભેજ કે પાણી પણ ડુંગળીને બગાડી શકે છે. જેના કારણે તેમાથી દુર્ગંધ આવવા લાગે છે.

2. બેગમાં ના રાખો : ડુંગળીને લાંબો સમય સુધી સારી રાખવા માટે તેમાં વેંટીલેશન જરૂરી છે. એટલા માટે ક્યારેય પણ કોઈ થેલીમાં ડુંગળી ના રાખો. તેને હંમેશા ખુલ્લી જગ્યાએ કે ખુલ્લી ટોપલીમાં રાખો જેથી તેને પ્રોપર વેંટીલેશન મળે અને ડુંગળી બગાડે નહીં.

3. કાગળનો ઉપયોગ કરો : જો તમે ડુંગળીને અંકુરિત થતી અટકાવવા માંગતા હોય તો તેને ટોપલીમાં મુક્તા પહેલા કાગળ ફેલાવો. આના કારણે ડુંગળી ફૂટશે નહીં અને લાંબા સમય સુધી સારી રહેશે.

4. ફ્રીજમાં આખી ડુંગળી ના રાખો : ઘરમાં રાખેલી આખી ડુંગળીને ક્યારેય ફ્રીજમાં ના રાખો આનાથી તેમાં અંકુર ફૂટવાની સંભાવના વધી જાય છે અને ડુંગળી બગડી જાય છે.

5. સૂકી ડુંગળી પસંદ કરો : જો તમે ડુંગળી ખરીદતા હોય તો તમે એવિ ડુંગળી પસંદ અકરો કે જેનું બહારનું પળ એકદમ સૂકું અને ભીંગળા વાળું હોય. તેનું બહારનું પળ સંપૂર્ણપણે ભેજથી મુક્ત હોવું જોઈએ. અંકુરિત ડુંગળી ક્યારેય ખરીદશો નહીં. તે ઝડપથી સડી જાય છે. અને એવી ડુંગળી ના ખરીદો જેમાં વાસ આવતી હોય.

Tags:    

Similar News