મહીસાગર: લુણાવાડાના મલેકપુર પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટર શરૂ કરવામા આવ્યું

Update: 2021-04-14 09:55 GMT

મહીસાગરના લુણાવાડા તાલુકાના મલેકપુર પ્રાથમિક શાળા ખાતે કોવિડ સેન્ટરની શુભ શરૂઆત કરવામાં આવી હતી. વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને અને કોરોનાના દર્દીઓને પ્રાથમિક સારવાર તાત્કાલીક મળી રહે તે માટે મલેકપુર PHC અંતર્ગત મલેકપુર પગાર કેન્દ્ર શાળા ખાતે કોવિડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. કોવિડ સેન્ટરની શરૂઆતમા ચાર બેડની સુવિધાથી કરવામાં આવી છે. આમ મહિસાગર જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીશ્રીના સુચના મુજબ મલેકપુર ગૃપ ગ્રામ પંચાયત દ્વારા મલેકપુર પ્રાથમિક શાળાના ખાતે કોવિડ 19 સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. મલેકપુર પંચાયતના તલાટી, સરપંચ તથા પ્રાથમિક શાળાના આચાર્ય પણ ઉપસ્થિત રહીને કોવિડ સેન્ટર રૂમની શરૂઆત કરવામાં આવી છે.

વિશ્ર્વમાં જયારે કોરોના વાયરસે હાહાકાર મંચાવ્યૉ છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસે મહાન તાડવ મચાવી રહ્યો છે. સરકાર દ્વારા પણ આ કોરોનાને નાથવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કોરાના વાયરસના દર્દીઓને પણ પુરતા પ્રમાણમાં સુવિધાઓ અને સારવાર મળી રહે તેના અનુસંધાનમાં પ્રાઇવેટ દવાખાનાઓને પણ કોવિડ સેન્ટરની મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે લુણાવાડા તાલુકાના કોરોનાના દર્દીઓ પણ તાત્કાલીક અને  યુદ્ધના ધોરણે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે મલેકપુર પ્રાથમિક શાળા ખાતે કોવિડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. 

Similar News