નખત્રાણામાં વૃક્ષ છેદન બદલ કંપનીને કરાયો રૂપિયા ૬ લાખનો દંડ

Update: 2019-11-27 13:02 GMT

પશ્ચિમ કચ્છમાં નખત્રાણા તાલુકાના સાંગનારા, ભડલી અને રોહા સુમરીમાં પવનચક્કી સ્થાપવા માટે અનધિકૃત રીતે કરાયેલા

વૃક્ષછેદન સામે તંત્રે ધાક બેસાડતી કાર્યવાહી કરી જવાબદારો પાસેથી છ લાખનો દંડ

વસૂલ્યો હતો.

નખત્રાણા મામલતદારની કોર્ટ દ્વારા સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા 1951ની કલમ-3

મુજબ સાંગનારાની સરકારી જમીનમાં ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી લિ., દિલ્હીને વિન્ડમિલના પ્રોજેક્ટ હેતુ માટે મંજૂર

કરાયેલી જમીનમાં દેશી બાવળ, ખેર, બોરડી, કંધોર, ગૂગળ વિગેરે ઝાડીનું

ગેરકાયદેસર વૃક્ષછેદન કરવાનું કામ કરતા અને સાંગનારાના સરપંચ દ્વારા અગાઉ લેખિત

ફરિયાદ કરાઇ હતી.

જે સંદર્ભે સ્થાનિક પંચરોજકામ મુજબ અંદાજે 432 જેટલા વૃક્ષો સક્ષમ

અધિકારીની પૂર્વ મંજૂરી વિના કપાયાનું અને કંપની દ્વારા કપાયેલાં વૃક્ષો કંપનીના

મંજૂર થયેલા પોઇન્ટની કામગીરી તથા રસ્તો બનાવવાના કામે કપાયા છે. તેવું માલુમ

પડતાં મામલતદાર નખત્રાણાની કોર્ટમાં મામલતદાર પ્રવીણસિંહ જૈતાવત દ્વારા ગ્રીન

ઇન્ફ્રા વિન્ડ એનર્જ લિમિટેડને કુલ્લ 432 વૃક્ષોના છેદન બદલ રૂા. 3,04,950નો દંડ કરવા હુકમ કરાયો હતો.

જ્યારે ભડલીની સરકારી જમીનમાં સિમેન્સ ગામેસા રિન્યુએબલ પાવર પ્રા. લિ.

ચેન્નાઇને કાપવામાં આવેલ કુલ્લ 621 વૃક્ષ સામે સરકારી જમીન પર કપાયેલા 489 વૃક્ષ

માટે રૂા. 3,09,800નો દંડ ઉપરાંત ત્રીજા એક કેસમાં સુઝલોન ગુજરાત વિન્ડ પાર્કને પાંચ

વૃક્ષના છેદન બદલ વૃક્ષદીઠ રૂા. 5000ના દંડનો હુકમ કરાયો હતો. કાપવામાં આવેલી

ઝાડી-લાકડાં જે તે ગામના સ્મશાનગૃહમાં જમા કરાવવા તેમજ કપાયેલાં વૃક્ષોથી બમણાંથી

વધુ ગ્રામ પંચાયતના સંપર્કમાં રહી વાવવા સાથે જતનપૂર્વક ઉછેરવા હુકમ કરાયો હતો.

Tags:    

Similar News