નર્મદા : મંડપમાં રમી રહી હતી બે બાળકીઓ, તેમના પર બગડી યુવાનની નજર, જુઓ પછી શું થયું

Update: 2020-02-29 09:27 GMT

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના એક ગામમાં નરાધમે 10 રૂપિયાની લાલચ આપી સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની શરમજનક ઘટના સામે આવી છે.

દેડીયાપાડા તાલુકાના એક ગામમાં લગ્નનો પ્રસંગ હોવાથી મંડપ બાંધવામાં આવ્યો હતો. લગ્નના મંડપમાં બે બાળકીઓ રમી રહી હતી ત્યારે એક યુવાન તેમની પાસે આવ્યો હતો અને બંનેને 10 રૂપિયાની લાલચ આપી તેની સાથે આવવા માટે જણાવ્યું હતું. બંને બાળકીઓએ ના પાડતાં યુવાન સાત વર્ષીય બાળકીને ઉઠાવીને કપાસના ખેતરમાં લઇ ગયો હતો. બીજી બાળકી પણ તેની પાછળ પાછળ ગઇ હતી. નરાધમે બંને બાળકીઓને ધમકી આપી સાત વર્ષની બાળકી સાથે ખેતરમાં દુષ્કર્મ કર્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારના માથે આભ તુટી પડયું હતું. બનાવ સંદર્ભમાં તેમણે અર્જુન વસાવા નામના આરોપી સામે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મ તેમજ પોસ્કોની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Similar News